..." એક બાપનો સંઘર્ષ "
સંતાનો માટે એક બાપને સંઘર્ષ કરતાં જોયો છે.
એક 'દી જ નહીં પરંતુ વર્ષોવર્ષ કરતાં જોયો છે.
પરિવાર જમે રોજ, ગરમા ગરમ બસ એ હેતુથી,
એક બાપને રોજ સહર્ષ ઠંડું, આરોગતાં જોયો છે.
ખુદનાં સપનાં જુએ છે, સદા એ પોતાનાં સંતાનમાં,
પૂરાં કરવાં માટે હર પરિસ્થિતિથી લડતાં જોયો છે.
કર્યું શું છે તમે અમારા માટે? કહે છે જ્યારે સંતાન,
ત્યારે બાપને ઘરના એક ખૂણે બેસી રડતાં જોયો છે.
ખુદથી પણ સફળ થાય સંતાન, એવું ઈચ્છતા બાપને,
સંતાનની હર સફળતામાં બાપને હરખાતાં જોયો છે.
સફળતા પાછળ, બાપના સંઘર્ષને ન ભૂલશો "વ્યોમ"
તમારી સફળતા માટે બાપને પીસીને નાહતાં જોયો છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.