...." મન મીલન "
વર્ષો બાદ મળતાં આજ સાંજ થઈ છે સીંદૂરી;
શ્વાસ સંગ તન મનમાં મહેકી ઊઠી છે કસ્તુરી;
તડપતું 'તું હૃદય વિરહમાં, તારું સ્મરણ કરતાં!
ધબકાર પણ કરી રહ્યા છે દિલની જી હજૂરી;
મંદ મંદ સમીરમાં, લહેરાતા તારા કેશ સંગાથે!
સ્મિત સાથે હોઠ આપી રહ્યાં છે પ્રેમની મંજૂરી;
કાજળ ભર્યા કામણગારાં, તારા નયનો પણ!
જો છલકાવી રહ્યાં છે આજ રસ કોઈ અંગુરી;
દૂર હોય કે પાસ તું, શું ફરક પડે છે પ્રણયમાં?
એકબીજાના દિલમાં, પ્રેમ પાંગરવો છે જરૂરી;
સમય છે અનુકૂળ આજ મીલન કાજે "વ્યોમ"
ચાલ, મળીને દૂર કરીએ આપણા વચ્ચેની દૂરી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.