મનની વૃત્તિઓમા ફેર જણાવા લાગે વ્યક્તિ પ્રત્યે
તો સમજવું ઈર્ષ્યાની શરુઆત થઈ.
ટાળવાને ઉપાય એ પારદર્શકતા રહે વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે.
મન મેળ ન ખાય તો વાતે સમાધાન લાવ્યાને ઈર્ષ્યા ટળે.
પણ મનમાં ને મનમાં રહે તો વધે ને દ્વેષભાવ આવે.
કર્મના સિદ્ધાંત પ્રમાણે ને નસીબના જોરે મળે
પણ ઇર્ષ્યા કરી કંકાશ કરી કે છેતરપિંડી કરી
વસ્તુ પદાર્થ મળે પણ યથાર્થ સુખ આવે નહી.