બારણું તો ક્યારનું ખુલ્લું જ હતું,
પણ તું આવવામાં મોડું કરે તો ક્યાંથી ચાલે..?
આંગળી તો પ્રેમની જ પકડી હતી મેં,
પણ તું મોહમાં જ ફેલાય તો ક્યાંથી ચાલે..?
અંતરમાં એક ખૂણો તારો જ હતો,
પણ તારે વિશાળ મેદાન જોઈએ તો ક્યાંથી ચાલે..?
હથેળીમાં ચાંદ બની ગયો હતો તું,
પણ તને આખું આકાશ જોઈએ તો ક્યાંથી ચાલે..?
દિલનું એક ખાસ કોરું કાગળ હતો તું,
પણ તને લખાયેલી ગઝલ જોઈએ તો ક્યાંથી ચાલે..?
કવિતાની વ્યાખ્યામાં માત્ર તું બંધાયો હતો,
પણ તને આખેઆખી મહેફિલ જોઈએ તો ક્યાંથી ચાલે..?
- વિજીતા પંચાલ✍️