Gujarati Quote in Motivational by Dangodara mehul

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્ન એક એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિ સાથે બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે. આપણા સમાજમાં લગ્ન ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. આ વચન વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ આ સાત વચન કયા કયા હોય છે તેના વિશે કોઈ જાણતું નથી તો ચાલો આજે જાણીએ કે સપ્તપદીના સાત વચન કયા કયા છે.

1.

तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!

આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.



2.

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!

બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.

3.

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,

वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!

આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.

4.

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!

ચોથા વચનમાં કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.

5.

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!

આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.

6.

न मेपमानमं सविधे सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत,

वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम !!

આ વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.

7.

परस्त्रियं मातृसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या !!

છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે.

-Dangodara mehul

Gujarati Motivational by Dangodara mehul : 111800721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now