Quotes by Dangodara mehul in Bitesapp read free

Dangodara mehul

Dangodara mehul

@dangodaramehul


Jay shree krishna

epost thumb

આજે લાખો રૂપિયા ના ખરસે કથા અને ભજન થાય સે એટલો ખરસો કરી ને પણ કોય એવા યુવાન કેમ બાર નથી નિકળતા કે બેન દિકરી રક્શા કરી સકે ધર્મ ની રક્શા કરી સકે આજે યુવાન વિનાસ ની ઓર જાય સે આનુ જવાબ દાર કોન.એક યુવાન તો એવો બાર નિકવો જોયે ને કે કથા માથી સારા વીસારો સંસ્કાર આવવા જોયે પણ આજે કાય અલગજ માહોલ દેખાય સે આજનો યુવાન વિનાસ ની ઓર જય રહી યો સે તો આનુ જવાબ દાર કોન.આજ શિક્ષણ પદ્ધતિ સે કે કેવળ પૈય્સા કેમ કમાવવા તેજ સિખવવામા આવે જીવન કેમ જીવવું તે ન્ય.આજે વિદેશ ભાગવત ગીતા ફરજિયાત ભણવામાં આવે .આપણો દેશ વિકાસ તો કરે પણ ટેકનોલ્જી ની તરફ પણ આધય્ત્મિક લેવ લે પાસળ સે આજની ટેકનોલ્જી યે યુવાન ને ગુલામ બનાવી દિધો સે. આવના રો સમય બોવ્જ ખરાબ સે આજે યુવાપેઢી ન્ય ધર્મ ના મારગ ઉપર આવેતો તો કોય પણ વેકતિ વિનાસ ને ન્ય રોકી સકે. જય શ્રી કૃષ્ણ

-Dangodara mehul

Read More

લગ્ન એક એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિ સાથે બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે. આપણા સમાજમાં લગ્ન ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. આ વચન વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ આ સાત વચન કયા કયા હોય છે તેના વિશે કોઈ જાણતું નથી તો ચાલો આજે જાણીએ કે સપ્તપદીના સાત વચન કયા કયા છે.

1.

तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!

આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.



2.

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!

બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.

3.

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,

वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!

આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.

4.

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!

ચોથા વચનમાં કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.

5.

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!

આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.

6.

न मेपमानमं सविधे सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत,

वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम !!

આ વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.

7.

परस्त्रियं मातृसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या !!

છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે.

-Dangodara mehul

Read More

જય શ્રી કૃષ્ણ

આપણી સંસ્કૃતિ આપણો વારસો

જય શ્રી કૃષ્ણ

જય શ્રી રામ

epost thumb

jay shree krishna

epost thumb