તે થોડોક તો વિચાર કર્યો હોત.....
તને એક વાર જોવા ખરા તડકે ઉઘાડા પગે દોડ્યો હતો,
તડકા માં બળેલા એ મારા પગ નો તો વિચાર કર્યો હોત,
ઘણીવાર સવાર સવાર માં એકસાથે ચા પીધેલી છે,
એકવાર એ ચા ના કપ નો તો વિચાર કર્યો હોત,
વરસાદ માં આપણે એક છત્રી માં ઘણા મંજલ કાપ્યા છે,
આપડા ઉપર રહેલી એ છત્રી નો તો વિચાર કર્યો હોત,
તારું એંઠું મે ખાધેલું છે,
તારું...... એંઠું મેં ખાધેલું છે,
એ એંઠા કોળિયા નો તો વિચાર કર્યો હોત,
તારા પર આવેલી દરેક મુશ્કેલી માં હું તારા સાથે રહ્યો છું,
તને આપેલ એ સાથ નો તો વિચાર કર્યો હોત,
માન્યું કે આખી જિંદગી મે તને મારા મન ની વાત ના કહી,
પણ મારા રહેલા મૌન નો તો વિચાર કર્યો હોત,
જિંદગી માં આપણે એક બીજા સાથે જીવન ની ગણી વાતો કરી છે,
તારા લગ્ન ની વાત કહેતા પેહલા મારા પ્રેમ નો તો વિચાર કર્યો હોત,
તું આવી રીતે કોઈ બીજા સાથે પરણી ગઈ,
મારી લાગણીઓ નો તો વિચાર કર્યો હોત,
તારા ગયા પછી મારું હૃદય બાવળ બની ગયું છે,
એકવાર મારા હૃદય ના બગીચા નો તો વિચાર કર્યો હોત,
કાશ તે થોડોક તો વિચાર કર્યો હોત....