#ભોળો
ભટકાયો એમ મજાનો ભોળો,
ચેહારાથી પણ લાગે ભોળો.
સીધો સાદો જલેબી જેવો સાવ,
વાતો ફેકે જાણે તોપ નો ગોળો,
ભટકાયો એમ મજાનો ભોળો.
પૂછે લોકોને શું કરવું બનવા મોટો?
કહે લોક મહેનત કરતા જડે ના જોટો,
ભટકાયો એમ મજાનો ભોળો.
સલાહ માની લુહાર ને ઘેર કામે ચડ્યો ભોળો,
લુહાર કે' લોઢું ગરમ થાય ત્યાં માર હથોડો,
ભટકાયો એમ મજાનો ભોળો.
લોઢું ધગધગે હવે માર હથોડો માર હથોડો,
ભોળો મારે શેઠિયા ને હવે લાલ હથોડો,
ભટકાયો એમ મજાનો ભોળો.
✍️ તિતિક્ષા (jigs)
🦋 જિજ્ઞાસા એમ ત્રિવેદી.
🦋 ઈસનપુર,અમદાવાદ.