Quotes by E₹.H_₹ in Bitesapp read free

E₹.H_₹

E₹.H_₹ Matrubharti Verified

@er.hr.731220
(26)

"#ખચૅ કરવાનો #આનંદ
ક્ષણિક હોય છે,
#બચતની_ખુશી ભવિષ્ય માં
ફરી મળે છે"
#H_R ✍️

"#મગફળી અને #લગ્ન બંને સરખા છે ,

માંડ તમે ૫-૬ દાણા સરખા ખાવ ત્યાં એકાદ દાણો કડવો આવી જાય ,

લગ્નમાં પણ એવું જ છે ,માંડ ૫-૬ દિવસ સારા વીતે ત્યા એકાદ ડખ્ખો થાય...!!"🤣😃😂😂😂😂
#H_R ✍️

Read More

"ખુશી પૈસા નહિ, પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે.

એક બાળક ફૂગ્ગો ખરીદીને ખુશ થાય છે, તો બીજો વેચીને, જ્યારે ત્રીજો તેને ફોડીને..!
#H_R

Read More

છોકરો ચાર મહિનાનો થયો ત્યારે બિમાર પડી ગયો..
વાઈફ એને લઈને જ્યાં એનો જન્મ થયો હતો એ હોસ્પિટલમાં ગઈ.
ડોક્ટરે દવા કર્યા પછી 500 રુપિયા ફી ના માગ્યા.
તો વાઈફે કહ્યું "ફી શાની?, આને તો હજુ ચાર મહિના થયા છે હજુ તો ગેરંટી માં છે...

ડોક્ટર બેહોશ થઈ ગયો😁🤣😆🤣🤣😃
#H_R

Read More

"જેવી #કદર પૈસાની કરો છો,
એવી વ્યક્તિની પણ કરજો સાહેબ‚ કારણ કે,
#પૈસા તો ફરીથી કમાવી લેવાશે પણ ગયેલ #વ્યક્તિ ક્યારેય પછી નહીં આવે..!!"
#H_R

Read More

"#સાસુ (વહુને) : હવે તો ઉઠી જા હિરોઈન, સૂરજ પણ ક્યારનો જાગી ગયો.

#વહુ : રિલેક્સ મમ્મીજી, સૂરજ મારાં કરતા પહેલા સુવે છે...!!"😃😁😆🤣🤣😆
#H_R

Read More

"#સિદ્ધાંત કરતા #સહકાર અને બહુમતી કરતા #સહમતી શ્રેષ્ઠ છે,
બહુ #દૂર જોશો તો નજીક નહીં દેખાય,
બહુ #ખામીઓ જોશો તો #ખાસિયત નહીં દેખાય..!!"
#H_R

Read More

આજનો સમય વિકલ્પોનો સમય બની ગયો છે, ખાસ કરીને સંબંધોમાં. આગળની પેઢી પાસે વિકલ્પો હતા જ નહીં એટલે, બે વ્યક્તિઓ એકબીજા સાથે આખું જીવન સમજણ અને થોડી બાંધછોડ કરીને પસાર કરી નાખતા. જ્યારે આજના સમયમાં, સ્કૂલ કે કોલેજમાં આવતા જ, છોકરા - છોકરીઓ પાસે બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડથી માંડીને લગ્ન કર્યા પછી પણ, એટલા બધા વિકલ્પો ઉપલબ્ધ છે કે, દરેક વ્યક્તિને એમ જ થાય છે કે, આ વ્યક્તિ મારા જીવનમાં નહીં હોય તો, મને કંઈ ફેર નહીં પડે. મને એના કરતાં વધારે સારો છોકરો કે છોકરી અથવા સ્ત્રી કે પુરુષ મળી જ રહેવાના છે. અને અહીંયા જ મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે.

વિકલ્પો એક આભાસી મૃગજળ જેવા હોય છે, જે દૂરથી બહુ સારા લાગે છે પણ, એકવાર તમે કોઈપણ જૂની વ્યક્તિને છોડીને નવી વ્યક્તિની નજીક જશો, એટલે ફરી પાછી એ જ, સંબંધોની સાયકલનું પુનરાવર્તન થવાનું નક્કી છે. ચહેરાઓ બદલાય છે પણ, સંબંધોની જે ચડાવ - ઉતારની સાઇકલ છે, એમાં કોઈ બદલાવ નથી આવવાનો.
આ એવી વાત છે કે, તમને એક જગ્યાએ ચીરો પડ્યો, હવે એ પીડાને ભૂલવા માટે તમે બીજા હાથે પણ ચિરો પાડવા માટે તૈયાર થયા છો !!
એક વાત દરેક વ્યક્તિએ સમજવી પડે કે એક સંબંધમાં નિષ્ફળતા મળે તો એમાં ક્યાંકને ક્યાંક સામેની વ્યક્તિની સાથે જ તમારી પોતાની પણ ભૂલો અને ક્ષતિઓ હશે. તો એક દરવાજો બંધ થાય એટલે બીજા દરવાજા તરફ દોટ મૂકવાના બદલે પોતાની ભૂલો પર કામ કરતા શીખો.

મોટાભાગના લોકો સંબંધમાં નિષ્ફળ થયા પછી, પોતાની જાતને સમય આપવાના બદલે અથવા તો, પોતાની ભૂલો સુધારવાના બદલે, બીજી વ્યક્તિઓ તરફ દોડવા લાગે છે. કારણ કે મનને બહેલાવવું વધારે સહેલું છે, પણ મનને કાબુમાં કરવું અને પોતાની ભૂલો શોધીને પોતાની જાતમાં સુધાર લાવવો, એ વધારે અઘરું કામ છે. અને એટલે જ મોટાભાગના લોકો જે એક કે બે સંબંધમાં નિષ્ફળ જાય છે એ પછીના સંબંધોમાં પણ લગભગ નિષ્ફળ જાય છે કેમકે એવી વ્યક્તિઓ હિલ થવા માટે કે જાતને સુધારવા માટેનો સમય લેતી જ નથી. અને એટલે જ બીજા સંબંધમાં પણ છ-આઠ મહિના પછી એકવાર આકર્ષણની ભરતી ઉતરી જશે પછી, ફરી એ જ, અપેક્ષાઓ, ઝઘડાઓ અને સંબંધોની કચકચ શરૂ થઈ જશે.

એક વાત સમજનાર જ, આજના સમયમાં સુખી થશે. અને એ વાત છે કે, સંપૂર્ણ શાંતિ આપણને કોઈ વ્યક્તિ પાસેથી કે સંબંધમાંથી નથી મળી શકવાની. બીજી વ્યક્તિ આપણી સાથે કદાચ, મિત્રતાના ભાવ સાથે અથવા પ્રેમભાવ સાથે ચાલી શકે છે પણ, આપણો ભાર તો આપણે પોતે જ ઉપાડવાનો છે. અને જરૂર લાગે ત્યારે, બને તેટલો ભૂતકાળનો બોજ ખભેથી ઉતારીને હળવો કરતાં શીખવાનું છે. તો જ પછીના આગળના ભવિષ્યમાં તમે, સાચી શાંતિ સાથે આગળ વધી શકશો.
.
#gujjus #alpviraam #reelsvideo #gujjuquotes #H_R #gujju_vato #gujarati #gujjulove #gujjugram #gujjurocks

Read More

"#નામ , #નસીબ અને #નફો એ કુદરતનો ખેલ છે,

કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે"
#H_R

ઘરમાં એક જ સફરજન હતું.. અને ત્રણ છોકરાં એના માટે ઝઘડતાં હતાં..
ત્યાં એની મમ્મીએ આવીને કહ્યું "જે મારી બધીજ વાત માનશે એને સફરજન મળશે"...
આ સાંભળીને તરત સૌથી નાનો બોલ્યો "હાલો બધા બહાર, હવે આ સફરજન તો પપ્પાને જ મળશે"
#H_R

Read More