*મારો પતંગ*
મારો પતંગ રે મારો પતંગ,
વહાલો સૌને લાગે મારો પતંગ.
રાતો પીળો ધોળો ને કાળો ,
આકાશે ઉડ ઉડ કરતો...
કથ્થાઇ કેસરિયો આસમાની,
આંખોને ઈશારો દેતો....
ચાર ખૂણીયો વચ્ચે દોરી,
આભલે ઉંચે ચડતો....
આ બાજુથી પેલી બાજુ,
ઉડી ઉડી ને ગુલાટ મારતો..
નાના મોટા સૌને ગમતો,
આકાશમાં રંગો જમાવતો...
પતંગ નો ઇતિહાસ છે લાંબો,
નવરંગો મારો પતંગ પતંગ છે મારો.
✍રાજેશ બારૈયા "વનવાસી"