तेरे बिना ज़िन्दगी से कोई,शिकवा तो नही
शिकवा नही!
तेरे बिना ज़िन्दगी भी लेकिन ज़िन्दगी तो नही,
ज़िन्दगी नही!
આય હાય શુ સોન્ગ છે. મને ખબર છે તમે બધા એ આ સોન્ગ સાંભળ્યું જ હશે ને ખરેખર બોવ મસ્ત ગિત પણ છે. પણ;મતલબ વિચાર્યો છે.
એક કપલ એના જિંદગી ના કલાઇમેક્સ માં પાછા મળે છે ને જિંદગી પુરી થાય ત્યાં સુધી નો આશરો માંગે છે. પણ કેમ?
બંને હવે જુદા જુદા છે. લગ્નજીવન માં છે ને મેઈન વાત બંને ના સંબંધ ઘણા વરસ પહેલાં પુરા થઈ ગયા છે. તો હજી કેમ move on નથી થયા.
યારો તમે શું તમારા પહેલા પ્રેમના એહસાસ ને તમારી અંદર થી ભુલાવી શક્યા છે. એ પહેલો ગલગલ્યો જે થયો તો કોઈને જોઈ ને એ તમને યાદ નથી.
એક વાત કઉ કોઈ એ ખાસ એહસાસ ને છેને ક્યારેય ભુલાવી નથી શકતું. બસ એક દુરી બનાવી ને રાખે છે કે ક્યાંક એ સામે દેખાય જશે તો શું થશે એ વિચારી ને.
હું પણ એમ જ કરું છું. આજે પણ અમદાવાદ જાઉં ને ત્યારે એ ડર એક વાર તો થાય જ છે.
ને હમણાં તો એ ડર સાચો પડતા પડતા રય ગયો. જ્યારે એ રોડ ના કિનારે મેં મારા પ્રેમ ને જોયો ત્યારે મને પણ એમ થઈ ગયું કે ક્યાંક એ મને નો જોવે . એ કોઈ વ્યક્તિ જોડે મસ્ત હસી ને વાત માં મશગુલ હતા ને મેં સમય સુચકતા વાપરી જલ્દી નીકળી ગયો..
પ્રેમ ક્યારેય ભુલવા નથી દેતો. હા પ્રેમ માં મળેલું દર્દ સમય જતાં ઓછું થઇ જાય છે. માણસ થોડો ફિલિંગ લેસ થઈ જાય છે. પણ; ભૂલી તો શકતો જ નથી.
#બાકીતમારુંશુકેવુછેભાઈબંધ .