હરિગીત/નઝમ
બંધારણ:-ગાગાલગા-૪
યતિ-૧૪માત્રાએ
_રાષ્ટ્રીય સુરક્ષા દિવસ_
કિસ્મત ઉપર ના છોડશું આ તો ફરજ છે આપણી
આઘાત ખૂબ જ લાગશે ચૂકી નજર જો આપણી
જે સાધનો બક્ષે સુરક્ષા, કરશુ ધારણ એ બધા
પોતે અને બીજાં બચે,આ ભાવના છે આપણી
ના વાપરો પ્લાસ્ટિક વધારે જોખમી છે જીવને
આ ખ્યાલ રાખી ભાવિનો,આદત સુધારો આપણી
છોડી શરમ ને વાપરીશું કોથળી કાપડ તણી,
પર્યાવરણની માવજત કરવી ફરજ છે આપણી
ના નાખશું કચરો ગમે ત્યાં વાપરીશું ટોપલી
પ્રેરાય સૌ આ કામથી,આ કામના છે આપણી
આ સભ્યતા પણ આપણી,જે સ્વચ્છ રે'વું શીખવે
ભારત બને જ્યાં સ્વસ્થ એ ઉમ્મીદ રાખો આપણી.
- ધ્રુવકુમાર રાણા