એ ભૂલ હતી મારી કે,
એ ભૂલ જ તું છે...
સમય ન સંજોગની,
એ ઘડી જ તું છે...
ગ્રીષ્મ ઋતુની,
એ ગ્રીષ્મા જ તું છે...
ઉચાટ દિલની,
એ આસ જ તું છે...
ખંજન પડતા ગાલની,
એ ડિમ્પલ જ તું છે...
શીતળ નીરની,
એ સરિતા જ તું છે...
આંખના પલકારાની,
એ પલક જ તું છે...
એક દોસ્તીની,
એ કસમ જ તું છે...
ખીલતા પુષ્પની,
એ ફોરમ જ તું છે...
પ્રેમના પ્રતિકની,
એ આયુ જ તું છે...
જિંદગીના આયુષની,
એ આયુષી જ હું છું...

Gujarati Shayri by ABarad : 111032629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now