shayri Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shayri bites

उसने होठो से छू कर दरिया का पानी गुलाबी कर दिया,
हमारी तो बात और थी, उसने मछलियों को भी शराबी कर दिया।
#Shayri #dil #Nawab Farhan Khan

વાત એ પણ સાવ સાચી
કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો;
ફક્ત તારા પ્રેમને લીધે જ
હું ડૂબ્યો છું એવું પણ નથી.
~ અનિલ ચાવડા

#anilchavda #gazal #shayri #kavita #sahitya #poem #poet #literature #life #lovequotes #gujarati #gujarat

આથમી ચૂક્યો છું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી!
~ અનિલ ચાવડા

#anilchavda #shayri #gazal #kavita #gujaratikavita #poem #poet #literature #life #positivequotes #gujarati #gujarat

ગઝલ

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

#anilchavda #kavita #gazal #shayri #gujarat #gujarati #poem #poet #literature #life

હું દરવખત થયો છું
લોહીલુહાણ એવો;
તું દરવખત મળે છે
કંઈ ધારદાર લઈને!
~ અનિલ ચાવડા

#anilchavda #shayri #kavita #gujaratikavita #poem #poet #gazal #literature