મઘમઘતી સવારમાં આછો આછો પ્રકાશ બારીએથી અંદર પ્રવેશી મારી આંખો પર પડવા લાગે અને જડબેસલાક આવતી નીંદર અચાનક તૂટી ગયા બાદ નજર મારી બાથરૂમની બહાર નીકળતી ભીના ટુવાલ માં સજજ પોતાના વાળ ને સરખા કરતી જ્યારે તુજ પર પડે છે ત્યારે અધીર બનેલી ઈચ્છાઓ સમીપ નિહાળી તુજને તને આગોશમાં ભરી લેવાની મથામણ સાથે જોશ ભરી મુજમાં તને પળમાં ખેચી લઇ નજર થી નજર નું પહેલું મિલન બને છે અને મુગ્ધ બની બંને એકમેકમાં પાપણને ઢાળતા ઓર સમીપ આવી હોંઠોનો હોંઠોથી થયેલ મધુર સંવાદ જ્યારે ચુંબનમાં પરિણમે બસ એવી એક સવારની ખેવના રાખુ છું.
મિલન લાડ. " મન "
#ચુંબન #Kiss