~Inal
મિત્ર હસાવી પણ શકે અને ફસાવી પણ શકે..
દુ:ખમા દુ:ખી ને સુખમાં ખુશી પણ રહી શકે..
સમય આવ્યે સાથ આપી પણ શકે ને હાથ છોડી પણ શકે..
જેની સાથે વાત કરવાથી મન હળવું પણ થાય ને મન વિચારવા મજબુર..
દોસ્ત/ભાઈબંધ સાથે બીજા ધણા સંબંધ પણ નિભાવી જાય તો દોસ્તીના વાદા પર સ્વાર્થના પાયા પર પણ ઊભી જાણે..
નીર સમી મગર ને માછલી રહે સાથે બીજી તરફ જાળમા ફસાતા કરે બચાવ પેલા પોતાનો..
જરૂરીયાત મુજબ મોઢામાં ખાંડ ને મીઠાનો ઊપયોગ પણ કરી જાણે..
દ્વારિકા નગરીમા સોનાનાં હિંડોળા પરથી કૃષ્ણ સુદામા નામ સાંભળતા તેની પાસે જવાની તલપથી દોડવા લાગે તે મિત્ર..
પોતાના મિત્ર તરફ થતા ઘાવને જીલવા તત્પર રહે ને બીજી તરફ તેનાથી બમણાં ઘાવ પાછળથી વાર કરે..
સ્વાર્થ ભરી દુનિયામાં જ્યા પોતાના સગા જેમની સાથે લોહીનાં સંબંધ તેનાંથી ચડિયાતો થઈ આપણને આપણા પોતાના હોવાનો અહેસાસ કરાવે મિત્ર...
~ઈનલ
*(મારી બહેનપણી રુપે બહેન સમી કપીલાના કહેવાથી ફોટોની ક્રુતિને શબ્દોમા કંડારવાનો પ્રયાસ)
#stories #matrubharti #friend #story #competition #poem #poetry