મહેનતને શરમાવીને જુકાવી દઉં એકવાર,
પ્રકૃતિ ઘસાવાની પણ જીતી જાવું એકવાર.
અહીંનાં માણસો મને શું કાંઈ આપી દેવાના,
મોજથી જીવું છું ક્યાં નશીબ ચોરી જવાના.
પાણી-પવનની ઠોકરે તો પથ્થર પણ ઘસાય,
દેન એવી કુદરતની કે વિચારો એવું થાય.
સુપ્રભાતે અને સંગ સુર્યનાં કિરણે ઉઠીને,
મારું થાય છે અજવાળું મહેનતથી લડીને.@@@RJ Gohel