આવ રે વરસાદ..
              ઢેબરીયો પરસાદ...
હવે તો
..અતિવૄષ્ટિ ની વાતો ને
            પૂર નો પ્રતિષાદ
અઠવાડિયે -અઠવાડિયે આગાહી ને 
     આગાહી નો સચોટ સમવાદ
વિખૂટા પડેલા વિસ્તાર ને 
       તારાજી ના એ કરુણ સાદ 
સમય ની સાથે તારી આદત પણ બદલાઇ 
   ટેસ્ટ મેચ નહિ હવે તો ટ્વેન્ટી- ટ્વેન્ટી નો છે અંદાજ
     " બસ બહું વરસ્યા"..કરો રોકાણ ઘડીભર
   લોક બધા છે હેરાન-અને-પરેશાન 
પછી કોણ કરશે તને યાદ  અને ગાશે...?
 . આવ રે વરસાદ..
              ઢેબરીયો પરસાદ...