નરસિહની હુંડી સિવકારવા,
તુ શામળશા શેઠ બન્યો
સુદામાને મળવા,
ઉઘાડા પગે તુ દોડયો,
બેનીના ચિર પુરવા,
તુ ભાઇ બનીને આવ્યો
જ્ઞાનનો માગઁ બતાવી,
અજુઁનને પણ ઉગાયોઁ
રાધાની પ્રિત અમર રાખવા,
ગોકૂળમા તુ ઊછયૉઁ
ધમઁની રક્ષા કાજ પ્રભુ,
"યુગે યુગે" તુ અવતયૉઁ
"ક્ષણિક સુખોમા" સપડાયેલ જીવોને, ઉગારવા આજ તને હદયથી પોકાયૉઁ ...