હાથોમાં લઈને હાથ તારો સાથ ગોતું છું,
ક્યાં છે તું તારું થેકાણુ હું શોધું છું,
અંધકારમય જીવનની એક આશ ગોતું છું,
સૂર્યના એ સોનેરી કિરણ હું શોધું છું.
ફેસબુક ના પાને પાનાં પર તારું નામ શોધું છું,
વોટ્સએપમાં બસ તારા જ સ્ટેટ્સ મુકુ છું,
ઇન્સ્ટાગ્રામ થાકીયું તને શોધી શોધી,
બસ હવે લાખો કરોડોની મહેફિલ વચ્ચે તને ગોતું છું.
સૂરજ સમા કિરણ પર નાઝ છે મને,
આ સંદેહરૂપી પડછાયાથી ડર્યા કરું છું,
ચાંદ ની આ ચાંદની સમા તારા મુખને,
ભીંજાયેલી આખોથી જોયા કરું છું.
જો આવી જ પાંખ વિના ઉડાવી કોશિશ કરું છું
આશાભરી ઊર્મિથી તારી રાહ જોવ છું
જીવન એક યાત્રા સાંભળિયું છે મેં ઘણું,
બસ આ જ યાત્રાને સફળ કરવા સંગાથ તારો ગોતું છું.
Mehul Dodiya