પ્રેમ અને અહમ ક્યારેય સાથે સંભવી ન શકે.અહમ નો વિમ્યાસ્ય પ્રેમ ને નષ્ટ કરે છે અને પ્રેમની સ્થાપના અહમ વિલોપાય પછી જ થઈ શકે છે.
ભાષા થી જ્ઞાન સંપાદન થઈ શકે છે.વિજ્ઞાની બની શકાય છે.તર્કપંડિત થવાય છે.પણ પ્રેમનો મર્મ,પ્રેમની દીવાનગી,પ્રેમની સૃષ્ટિ,આનંદનો ભાવ કે નિજાનંદ ની પરિસ્થિતિ ભાષા થી સમજાવવી કે સમજી શકાતી નથી.જે એ સમજી શકે છે તે જે પ્રબુદ્ધ છે.. ..