એક કારીયો ને એક ધોરીયો,
બે બરધિયા ને એક "ઉંટળો"!
"બોઇયે" મેલ્યા એક ખેત્રે,
ખેડવા "હાટુ" એક એક્રે!
કારીયો કે હું "ઊગણે" જાઉં,
ધોરીયો કે હું "આથણે" જાઉં!
"ભેંટીયે ભેંટીયે" બે વઢે,
કર્યું "શીરામણ" વચલે "સેઢે"!
દેખી "કલાગ" બે બરદની "પેરી",
માથું "પીટે" ખેડૂનો "હારી"!
નીલા "જારા"ની નીલી "ડારી",
કાપી હારીએ બેયને મારી!
અડધું ખેડી "બપોરા" કરયા,
બરદ કે ભઇ હવે તો મરયા!
અવરા "હલવાણા" ધોળુ ને કાળુ,
માંડ મલ્યા બેય ને "વાળુ"!....
અંતે "હાંભરો" કે'વું મારુ,
આતો થ્યું એના "વારુ"
કે,તું "હંભાર" તારુ ને હું મારુ.