જેનું હાસ્ય જોઈને કવિ શ્રી મુકુલ દવેની ખૂબ જ જાણીતી ગઝલનો શેર યાદ આવી જાય..
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !"
પછી થાય આવી જ પંક્તિ 'દોસ્ત'ની દોસ્તી પર લખવી હોય થોડી જુદી રીતે તો શું થાય! This one is for u Falguni..
તારી દોસ્તી એટલે, તારા મનની આંખોથી કળાઈ ગયેલી મારી ઉદાસીનો મલમ..
તારી દોસ્તી એટલે "કેમ છો?" થી શરૂ થયેલી અગણિત વાતોની સફર..
તારી દોસ્તી એટલે, દોસ્ત માટેની વધુ પડતી માવજત..
તારી દોસ્તી એટલે, મારી ખુશીઓને વહેંચવાનું safest place..
તારી દોસ્તી એટલે, થોડી હું, થોડી તું અને થોડા આપણેની સફર..
Happy Birthday Dear Falguni, Have A Great Year Ahead 🎂 🍫 🍰 🤗😘
તારી જિંદગીમાં જ્યારે આ નવું વર્ષ ઉમેરાય છે તે અગણિત ખુશીઓની ઉમેરણી અને સર્વે દુઃખોની બાદબાકી સાથે આવે એવી દિલથી પ્રભુને પ્રાર્થના 🙏🏼
For MB ના જાણીતા લેખિકા ફાલ્ગુની દોસ્ત..
મારે bites ma કેટલાય વખતથી ઈમેજ નથી મૂકી શકાતી તો હું એનો ફોટો અપલોડ નહીં કરી શકું..