શિર્ષક: મેરા ભારત મહાન: કિંમત અને કટાક્ષ
_
આજ ૧૫ મી ઓગસ્ટનો તહેવાર છે,
શું આઝાદીની કિંમત એ વ્યવહાર છે?
ગુમાવી હસ્તી એજાન તો યાદગાર છે,
પણ જમીન આંચકી એ જ બુરાઇ છે.
ફર્ક પડે કાયદાની અસર જ સરખી નથી,
અનજળ ગયા કોઈના, કોઈને નવાબી.
આઝાદીની કિંમત જ બની સરખી નથી,
ગુમાવ્યાનું ગમ ના, પણ મળેલું યાદ નથી.
નવાબો બની બેઠા, દાતાની કિંમત નથી,
ઘણાએ ગુમાવ્યું બાપનું, ઘણા માને છે.
એ ગાળને જ ગુલાબો માની બેઠા છે.
આ ભારત ભાગ્ય-ભવાઈનું ભાણું જમે,
અન-જળ ગુમાવીને પણ નવાબી કરે.
એના વારસોને જ સલામે સલામ છે,
અને એટલે જ "મેરા ભારત મહાન" છે.
---
જય હિન્દ જય ભારત 🇵🇾