મારી રચના વાંચો કે ના વાંચો હું તો લખવાનો.
પ્રતિભાવ તમે આપો કે ના આપો હું તો લખવાનો.
ક્યાં કોઈ માટે કદીએ લખવાનો મેં યત્ન કર્યો છે?
સ્વાદ સાહિત્યનો ચાખો કે ના ચાખો હું તો લખવાનો
નિજાનંદની દુનિયા છે ભાઈ આ તો વેંતિયા ન ચાલે,
કવિતાને ફૂટે કદી પાંખો કે ના પાંખો હું તો લખવાનો.
મને દેખાય છે ભાવિ મારું સાહિત્યસંગમાં ચમકતુંને,
તમે કદી એ તરફ ઝાંખો કે ના ઝાંખો હું તો લખવાનો
સાહિત્યથી શરૂ થઈ છે જિંદગીને ત્યાં જ આથમવાની,
તમે એમાં કદી રસ રાખો કે ના રાખો હું તો લખવાનો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.