હૃદય ખોલીને બતાવું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
મારી પાસે છે તે આપું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
સાવ નાજુકને લાગણીથી તરબતર બાબત છે બધી,
જલતા ઉરથી હું તાપું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
પાણીની જેમ વહનને તરલ છું કોમળ મનથી મારા,
આશતંતુથી રાહ કાપું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
ખૂબ ખૂબ વેઠીને આગળ વધી રહ્યો છું રસ્તામાં હું,
સહનશીલતાને માપું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
ભીતરની ભવ્યતા એટલી કે ઝઝૂમવાનું કૌઅત છે,
વાંચ્યા પહેલાનું છાપું છું, ઝાઝા સવાલ ના પૂછશો.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.