વરસો ને વર્ષારાણી
આકાશે છે વાદલડી પણ
વરસતી નથી એ જરાય;
મિટ માંડીને બેઠા
તારી સામે સૌ પ્રાણીઓ!....
વરસને તું ઓ વર્ષારાણી..........
કમોસમે વરસતી હતી તું
બહાના કરી સિસ્ટમના;
આવ્યા વરસવાના દિ' તારા ને
બહાના કરે તું અલ-નીનોના!.....
વરસને તું ઓ વર્ષારાણી!................
કહ્યું તું તને કે તું
આમ ન વરસ કમોસમે!..
આવ્યા તારા દિવસો
હવે તો વરસને ઓ ઋતુરાણી!.....
વાટ જુએ સૌ તમારી હવે તો વરસોને વર્ષારાણી!..
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ.ઠાકોર