વેલિંગ્ટન
ભારતની ધરતી પરથી શરૂ થયેલી ડ્યૂક ઑફ વેલિંગ્ટનની સફળતાની ગાથા નેપોલિયનના પરાજય સુધી અને અંતે ન્યૂઝીલેન્ડના પાટનગર ‘વેલિંગ્ટન’ના નામકરણ સુધી પહોંચી.
ઇ. સ. ૧૭૯૮ માં પોતાની રેજિમેન્ટ સાથે ભારત
આવેલા ડ્યૂક ઑફ વેલિંગ્ટન (આર્થર વેલેસ્લી)
ચોથા અને છેલ્લા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનના લશ્કર સામે અને ત્યાર બાદ મરાઠાઓ સામે લડીને જીત્યો, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને કમાન્ડર- ઇન-ચીફ બનાવ્યો હતો. વેલિંગ્ટનનું યુદ્ધકૌશલ્ય જોતાં બ્રિટિશ સ૨કા૨ે તેને વધુ મોટી જવાબદારી સોંપવા માટે સ્વદેશ પાછો બોલાવ્યો. પહેલાં તેને ફ્રાન્સ ખાતે રાજદૂત તરીકે નીમ્યો.
અને ત્યાર બાદ ૬૭,૦૦૦ સૈનિકોની ફોજ
સાથે નેપોલિયનના કુલ ૭૪,૦૦૦ સૈનિકોના
લશ્કર સામે યુદ્ધના મેદાનમાં ઉતાર્યો.
જૂન ૧૮, ૧૮૧૫ ના રોજ બેલ્જિયમના
વૉટરલૂ ગામ પાસે ખેલાયેલું એ યુદ્ધ પણ
ડ્યૂક ઑફ વેલિંગ્ટને જીતી બતાવ્યા પછી
તેની શાખ એટલી વધી કે લોકલાગણી
જોતાં બ્રિટિશ પાર્લામેન્ટે તેને ૨,૦૦,૦૦૦ પાઉન્ડના રોકડ
ઇનામ વડે સન્માનવો પડ્યો. પાર્લામેન્ટ અગાઉ તેને
ભારતમાં મેળવેલી સફળતાઓ બદલ ૫,૦૦,૦૦૦ પાઉન્ડ
અપાવી ચૂકી હતી.એક દેશના પાટનગરનું નામ ડ્યૂક ઑફ વેલિંગ્ટનના જીવતાજીવત વેલિંગ્ટન રાખવામાં આવ્યું. તે દેશ એટલે ન્યૂ ઝીલેન્ડ, જેની મુલાકાતે ગયેલી બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા
કંપની જેવી ન્યૂ ઝીલેન્ડ કંપનીના વહાણે ૧૮૩૯ માં ત્યાંના
કુદરતી બારામાં લંગર નાખ્યા બાદ કાંઠા પર વસાહત સ્થાપી હતી અને તેનું નામ વેલિંગ્ટન રાખ્યું હતું. આ નામ પસંદ થયાનું વિશેષ કારણ એ પણ હોય કે શકે કે ન્યૂ ઝીલેન્ડ કંપનીને યાત્રાના ખર્ચ પેટે સારી એવી રકમ આપી હતી--એટલે કે યાત્રા સ્પોન્સર્ડ હતી.
https://www.facebook.com/share/p/1EVmGYx4fZ/