હું મોરપીંછ લઈને આવું તું કૃષ્ણને મળાવી દેને રાધા
ભક્તવત્સલતામા ફાવુ તું કૃષ્ણને મળાવી દેને રાધા.
શ્યામ સુંદર નું રૂપ છે મનોહર ને મારી નૈન અભિલાષા,
હું વારંવાર એને મનાવું તું કૃષ્ણ ને મળાવી દે ને રાધા.
ગુંજે છે મારા કાનમાં સંગીત એની મોરલી નું હજુએ,
એના નામે દિલ પુલકાવુ તું કૃષ્ણને મળાવી દે ને રાધા.
'રાધા માધવ રાધા માધવ' એક રટણ છે મારું નિરંતર,
હું તો રાધામાં કૃષ્ણને બતાવું તું કૃષ્ણને મળાવી દે ને રાધા.
"કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા" એ કદાચ રોમે રોમ તારા ઝંખતા હશે,
હું તો રાધાને મસ્તક નમાવું તું કૃષ્ણને મળાવી દેને રાધા.
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.