ક્યાંક તો એવી કૈ ઘટના ઘટે.
મનની મુરાદ મારી સાવ મટે.
બંધ દરવાજે ઉભો છું પ્રતીક્ષા,
ક્યારે મારું દ્વાર હવે ખટખટે.
અપેક્ષા ક્યાંક ઉપેક્ષા ન બને,
મન નિરંતર તો તુજને રટે .
શું સાચું ને શું ખોટું ગણવું,
નક્કી ન થઈ શકતું છેવટે.
શું આશા કરવી મોતી તણી,
હજુ તો ઉભો છું સાગરતટે.
રોજ રોજ જાગે નવી આશા,
આ વળગણ હવે ક્યારે હટે ?
- ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.