જગતમાં શિવ સમા ન દાતાર.
ના આવે કોઈ દેવ હારોહાર...1
અંતર્યામી શિવ અવિનાશી,
દાની દિલાવર ઘટઘટ વાસી.
માગ્યું જે વર દેનાર........2
રીઝે ભોળાનાથ ભયહારી,
સ્તુતિ પ્રાર્થના જ્યાં ઉચ્ચારી.
થાય સેવાનો સ્વીકાર....3
દયાનિધિ દુઃખ હારી પ્રભુ,
કલ્યાણકારી શંકર શંભુ.
અંતરને વાંચનાર......4
લેખ વિધિના ટાળે શિવજી,
પાપો જન્મોના બાળે શિવજી,
હોય એનો એક આધાર..5
લખચોરાશી ફેરા નિવારે,
અંતરથી આશુતોષ સંભારે.
છે શિવકૃપા ભંડાર....6
વંદન કરીએ ઉરભાવ લાવી,
રહ્યા મહાદેવ તમને મનાવી.
તમે છો તારણહાર.....7
-ચૈતન્ય જોષી, 'દીપક 'પોરબંદર.