ક્યારેક શબ્દ ગમેય ખરો.
ક્યારેક શબ્દ ખમેય ખરો.
રમત રમાડી જાય સૌને,
તોય પોતે ના રમેય ખરો.
ક્યારેક શબ્દ રુચેય ખરો,
તો ક્યારેક એ ખૂંચેય ખરો.
બદલાતા અર્થે જુદો જુદો,
ક્યારેક રંગ બદલેય ખરો.
જગાડે ને ચાદરેય ઓઢાડે,
ક્યારેક પાછી પાની કરેય ખરો.
અંતરને નીચોવી પણ જાણે,
ક્યારેક ખાલીપો ભરેય ખરો.
-ચૈતન્ય જોષી .'દિપક 'પોરબંદર.