ગઝલ
ઘરે એમ જ કે ફરવા નીકળ્યા છે
ખબર કોને કે મરવા નીકળ્યા છે
સમંદર આજ વંટોળે ચડ્યો છે
અમે આજે જ તરવા નીકળ્યા છે
અમે વાડે છુપ્યા'તા ફળ ઉઠાવા
અને ત્યાંથી તો સરવા નીકળ્યા છે
ઘરે થી નીકળી ચાલ્યા જતા'તા
ગયા ભૂલી શું કરવા નીકળ્યા છે ?
કંઈ એમ જ ડુબી જાતા હઈશું
અમે ઘાટે ઉભરવા નીકળ્યા છે
બધા એના જ લીધે ગર્વ પામ્યા
જેઓના કામ ગરવા નીકળ્યા છે
- રૂષિલ