**ધરતી અને અંબર**
ધરતી અંબર રમે છે ખેલ, જાણે પ્રીતનો અવિરત રેલ,
યુગોથી ચાલે મિલનનો ખેલ, પ્રેમનો પાકો અહીં છે મેલ.
આભ ઓઢે છે વાદળના ચીર, ધરતી પીવે છે નદીઓના નીર,
શૂન્યમાં ગાજે કુદરતની પીર, ધૈર્ય ધરે છે અહીં સૌ ધીર.
તારા સજાવે ગગનનો મહેલ, પુષ્પો મહેકાવે ધરતીની ગેલ,
સૂરજ લલાટે તિલકનો તેલ, પવન હીંચોળે હૈયાની હેલ.
પંખી ઉડે છે આભને દ્વાર, ભમરા ગુંજે છે ધરતીને પાર,
કુદરતનો કેવો અનોખો શણગાર, સર્જનહારનો આભાર અપાર.
કલ્પના લોકનો હું *"સ્વયમ્'ભૂ"*, સત્ય અંશનો અંશ હું હૂબહૂ,
ધરતી-ગગનમાં ઈશને જોઉં, અદ્વૈત ભાવે હું એમાં ખોઉં.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"