પોતાના માટે તો સહુ જીવતા રહી જાય છે,
બીજાના દુઃખમાં જે બળે દીપ થઈ જાય છે.
હાથ ખાલી હો છતાં પણ દાન કરતા સૌ રહ્યા,
એટલે તો મોત પછી નામ જીવી જાય છે.
રોટલી પોતાનામાંથી ભાગ આપી જે રહ્યા,
ભૂખ્યાં લોકોના હૃદયમાં પ્રેમ રહી જાય છે.
દર્દ પરાયાં જોઈને આંખ ભીની થઈ જતી,
એ જ માણસ આ જગતમાં દેવ થઈ જાય છે.
શ્વાસ થંભી જાય તો શું? કીર્તિ મરતી ક્યાં કદી!
સારા કર્મોની સુગંધો દૂર સુધી ફેલાય છે.
દેહ આજે ભલે નથી દુનિયાની વચ્ચે છતાં,
કર્મથી માણસ સદાય જીવતો દેખાય છે.
સ્વાર્થમાં ડૂબેલ લોકો ભૂલાઈ જાતા આખરે,
પ્રેમથી જીવેલું જીવન યાદ રહી જાય છે.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર