ઈશથી અધિક ગણું એવો તારો કિરદાર છે.
તારા સમાન હોય ન કોઈ સર્વ કોઈ ઉધાર છે.
સમર્પણ નો શિલાલેખ જોઈ લ્યો અવતારમાં,
મા તે મા એના જેવા ક્યાં કોઈના વિચાર છે?
કદી ન થાકે કરતા ઉપકાર કુટુંબ પર જનની,
બધા પાછા પડે સમક્ષ ક્યાં કોઈ હારોહાર છે?
સેવા એની બેનમૂન ત્યાગની જ્યાં વણઝાર છે,
પોતાનું કદી ના વિચારે પરોપકાર પારાવાર છે.
સરાહે ઇશ પણ જેનાં વાત્સલ્યને બિરદાવતાં,
માની સમાન જગતમાં ક્યાં કોઈ હકદાર છે?
-ચૈતન્ય જોશી 'દિપક' પોરબંદર