પોતાની પાસે પૈસો, કે સમય હોય કે ન હોય તો પણ,
ને પોતાના સંતાનો પર ગમે તેટલો વિશ્વાસ હોય તો પણ,
આજકાલ સંતાન ક્યાં ક્યાં ફરે છે ?
અને એ ત્યાં, શું શું કરે છે ?
એના ગ્રુપમાં કેટલા લોકો છે ?
એના કરતાં
એ લોકો કોણ કોણ છે ?
અને કેવા છે ?
એનું પૂરતું ધ્યાન રાખવું એ આપણી પહેલી જવાબદારી છે.
કેમકે આપણાં જેટલી સમજદારી, આપણા જેટલી દુનિયાદારી, અને સાચા ખોટા માણસની પરખ કરવાની શક્તિ આપણામાં જેટલી છે,
એટલી આપણા સંતાનમાં હજી ન આવી હોય. સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે.
કારણ કે,
નથી ને આપણું સંતાન કોઈ અવળી સંગતે, કે ખોટા રસ્તે ચડી જશે,
તો એની પાસે પાછા વળવાનો,
કે આપણી પાસે એને પાછા વાળવાનો કોઈ રસ્તો નહી બચે,
ને કદાચ...કદાચ...કદાચ
આપણે સંતાનને કોઈ મુશ્કેલીમાંથી ઉગારી પણ લઈશું,
તો પણ એના, કે આપણા બાકીના જીવનમાં,
પહેલા જેવી મજા નહીં રહે.
માટે સાચી સંપત્તિ સંતાન જ છે,
એનું પૂરું જ્ઞાન, અને ભાન આપણી સાથે-સાથે આપણા સંતાનમાં પણ હોય,
એ આપણી ખૂબ જ મોટી,
અને મહત્વની જવાબદારી છે.
એના માટે હાલના સમય, અને સંજોગો પ્રમાણે એટલું જોવું અતિ અનિવાર્ય છે કે,
આપણે આપણા સંતાનને એના હાથમાં એની જરૂરીયાત પ્રમાણે, જરૂરિયાત જેટલા, કે વધારે પૈસા આપી, આપણી જવાબદારી નિભાવી રહ્યા છીએ, કે પછી ખાલી પૈસા આપી આપણે આપણી જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છીએ ?
આટલું જોવું અતિ મહત્વનું એટલા માટે છે કે,
આજકાલ બહારના માહોલથી આપણામાંથી કોઈ વ્યક્તિ અજાણ નથી,
રોજબરોજ બનતી ઘટનાઓ એ, આપણને સૌને સજાગ રહેવા માટેનો ઈશારો છે,
આપણા માટે પણ, ને સંતાનો માટે પણ.
માટે ભલે એક બે વસ્તુ વગર ચલાવવું પડે,
એનાથી પણ વધારે કે,
ભલે એક ટાઈમ જમીને સૂઈ જવું પડે,
પરંતુ,
ઘર-પરિવારની આબરૂ જાય એવું કામ તો ક્યારેય નહીં,
કોઈપણ ભોગે નહીં,
બસ આપણે સૌ એટલું યાદ રાખીએ, કેમકે,
ખોટો રસ્તો એક દિવસ એવો દિવસ દેખાડે છે કે,
ઘરમાં બાર મહિનાનું અનાજ ભર્યું હોય,
રસોઇ બનાવવા માટે માણસ આવતા હોય, તેમ છતાં.....અમુકવાર એવી અણધારી વિકટ, અને અસહ્ય સમસ્યાઓ ઊભી થઈ જાય છે કે,
એક કોળિયો પણ ગળે ઉતારવો, મુશ્કેલ બની જતો હોય છે.
ખાસ :-
પૈસો ભલે શરીરને આરામ આપતો હોય, પરંતુ મનની શાંતિ
એતો પોતાના પરિવારના તમામ સભ્યો વચ્ચેના,
પ્રેમ, લાગણી અને વિશ્વાસ થકી જ મળતી હોય છે.