એક વાત કેવી છે
અરે ઉભા તો રહો એક વાત કેવી છે,
અને જો માનો તો એક મુલાકાત લેવી છે!
હૈયેં હૈયું સાંભળે એવી એક બાથ ભીડવી છે !
સમી સાંજે આવો તો એક મુલાકાત લેવી છે!
અણિયાળી આંખે આમ ના જોશો સામે,
તમે હા પાડો તો આંખ માં આંખ પરોવી છે !
આભ જેવું રૂપ ને ચાંદ જેવી આંખો,
બોલું શું હું ? બસ થોડી ફરિયાદ કરવી છે !
અરે શરમાવ છો શું ? બોલો તો ખરા,
તમારે કોની પરવાનગી લેવી છે!
ઉતાવળ બહુ કરી તમે, કહો તો ખરા,
અધૂરી વાત ને મુલાકાત ક્યારે કરવી છે હવે ?