પૂરે તું પ્રાણવાયુ પ્રત્યેકમાં પયનિધિ પરમેશ્વર.
હેતથી હરેકના હૈયામાં હાજર હોય તું હરિવર.
કીડીથી કુંજર લગી ધ્યાન તું રાખનારો પરમેશ,
સ્તુતિ પ્રાર્થના કરી શું કહું સૌથી છો તું વિશેષ.
જીવ માત્રનું હિત તારા હૈયામાં નિશદિન વસતુ
તને પણ તારા ભક્તોની સમીપમાં સદૈવ ગમતું.
સાંભળી પોકાર સ્વજનનો પયનિધિથી દોડતા,
કરવાને કામ ભક્તના દાખવે છો તું તત્પરતા.
ભક્તવત્સલતા તારી બેનમૂન અજોડ ગણાતી,
વંદન કોટિ કોટિ પરમેશ વાણી જ્યારે હારતી.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.