Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"રાશિઓનું નભ-મંડળ"

​આકાશે ચમકી રહ્યા, બાર રાશિના તારા,
નસીબ સૌના ઘડતા એ, લાગે સૌને પ્યારા.

​મેષ રાશિનું સાહસ મોટું, અગ્નિ એનું તત્વ,
વૃષભ રાશિમાં ધીરજ ભારી, પૃથ્વીનું છે સત્વ.

​મિથુન બુદ્ધિથી કામ લે છે, વાયુનો પ્રભાવ,
કર્ક રાશિમાં લાગણીઓ છે, જળનો મીઠો ભાવ.

​સિંહ રાશિ છે રાજા જેવી, જ્વલંત એની શાન,
કન્યા રાશિ છે ચોક્કસ બહુ, રાખે સૌનું ધ્યાન.

​તુલા રાશિ છે ન્યાયપ્રિય ને, સમતુલાની મૂર્તિ,
વૃશ્ચિક રાશિ તો ગૂઢ સ્વભાવે, ઊર્જા અને સ્ફૂર્તિ.

​ધન રાશિ તો લક્ષ્ય-વેધી, જ્ઞાનનો ભંડાર,
મકર રાશિ છે મહેનતુ ને, કર્મનો આધાર.

​કુંભ રાશિ છે શોધક મોટી, માનવતાની ખાણ,
મીન રાશિ તો જળની માછલી, ઈશ્વરનો છે વાસ.

​બાર રાશિનું ચક્ર ફરે છે, સમય સમયની વાત,
કર્મ કરે તે "સ્વયમ્'ભૂ"ફળ પામે છે, શું દિવસ શું રાત.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112020488
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now