"ઉનાળાની બપોર "
ઉનાળાની બપોરે તડકો ધોમધખતો ત્રાટકે,
ધરતીના હૃદયમાં બળબળતો અગ્નિ ખટકે.
પવન પણ થાકીને શાંત બનીને બેઠો,
છાંયો શોધતો માનવ રસ્તા પર પેઠો.
વૃક્ષોની છાયા નીચે જીવન થોડુંક હસતું,
પંખીઓના કલરવ સાંભળી લાગે કોઈ વસતું.
નદીના પાણીમાં પણ ગરમી ભળે છે.
સૂરજની જ્વાળા બધે પોતાનું રાજ કરે છે.
શેરી ગલીઓ સુમસામ થઈ છે.
પંખીઓ છાંયડે ઓથે બેસી મૌન ટહુકા કરે છે.
ગામને પાદર ઝાડની છાયામાં ગૌધન આરામ કરે છે.
ઉનાળાની બપોરે માનવ મહેરામણ ટળે છે.
શહેરના ચક્કાજામ રસ્તાઓ પણ નીરવ શાંતિ ભરે છે.
લોકો જલ્દીમાં ઘરની ભણી પગલાં ભરે છે.
બપોર ઢળીને ઠંડી સાંજ માટે આશાભરી આંખો ધરે છે.
ધરતી તપે ને કંચન વરસે એ કાજે આ ગરમી ઉપેક્ષા સહે છે.
લોકજીવનમાં સહનશીલતા ના પાઠ શીખવવા તે ઉનાળો પોતે પણ તપે છે.