મૌનના ઘાવ
ભૂલભરી જિંદગીનું કર્જ હજુ બાકી રહી ગયા,
સપના તૂટ્યા માર્ગ વચ્ચે, શ્વાસ અધૂરા રહી ગયા.
શાંત નિશાની ક્ષણોમાં અંતર પીડા બોલતી,
આંખભીના અશ્રુકણ હૈયામાં અટકાઈ રહી ગયા.
સંગ મળેલા વચનો પવન સાથે ખોવાઈ ગયા,
સ્મૃતિ દીવા પંથે પગચિહ્ન એકલા રહી ગયા.
આશા લઈને ચાલતો સ્મિત ભરેલો માર્ગ પર,
સમય પ્રહારે રંગીન સ્વપ્નો ફીકા રહી ગયા.
જીવન અર્થ શોધતા અંતર થાકી ગયું ઘણું,
હાસ્ય પડદા પાછળ આંસુ નિઃશબ્દ રહી ગયા.
“પ્રસંગ” દિલની વાત સંપૂર્ણ લખાઈ શકી નહીં,
કેટલાક ઘાવ મૌનમાં સદાય માટે રહી ગયા.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર