આવી સપનામાં મને રોજ રોજ મળે છે સનમ.
જે હું ના કહું એ પણ એ તો સાંભળે છે સનમ.
એની મૌન આંખો ઇતિહાસને સર્જી જાય છે,
લઈને મારાથી વિદાય પાછી એ વળે છે સનમ.
વાતો ઘણી કરવી છે પણ હોઠ કરતા હડતાલ,
ભૂલ પોતાની કબુલતી લાગતી ગળે છે સનમ.
એનાં આભલામાં એ સાચવતી છે ફોટો મારો,
સહજ માં મારી મુસીબતને એ કળે છે સનમ.
આવજો કહેવાનો એનો શિષ્ટાચાર જ નથી,
જતાં જતાં વારંવાર જોવા પાછી વળે છે સનમ.
_ચૈતન્ય જોશી 'દિપક' ઓમ નગર પોરબંદર.