જરૂરત છે બુદ્ધની હવે ,ના કરવું ઘટે યુદ્ધ હવે.
જરૂરત છે શુદ્ધ ની હવે, ના કરવું ઘટે યુદ્ધ હવે.
માનવ માનવથી સેતુ બાંધવો ઘટે એકમેકથકી,
જરૂરત છે પ્રબુદ્ધની હવે, ના કરવું ઘટે યુદ્ધ હવે.
માનવ છીએ યાદ કરો "જીવો અને જીવવા દો"
જરૂરત છે અવધની હવે, ના કરવું ઘટે યુદ્ધ હવે
વિદારી વેર વૈમનસ્યને સાથ સહકારની સૌના,
જરૂરત છે સંબંધની હવે,ના કરવું ઘટે યુદ્ધ હવે.
લંબાય હાથ પરસ્પર એકમેકના મૈત્રી ભાવથી ,
જરૂરત છે પ્રબંધની હવે, ના કરવું ઘટે યુદ્ધ હવે
- ચૈતન્ય જોષી. "દિપક"પોરબંદર.