મૌન.!!!
શું નિશબ્દતા શબ્દથી ઊંડું રહસ્ય કહી જાય છે?
આ સંસાર ઘણી વાર એ પર હસી જાય છે.
અંતરના ઘાવ નિશ્વાસ બની અંદર જ વહી રહે,
સ્મિત પાછળ છુપાયેલું ભેદ ખુદ ખુલી જાય છે.
એકાંતની રાતે સ્મરણ છાયા સમી શાંત સરકે,
ટૂટી ગયેલું સ્વપ્ન નજરમાં રહી જાય છે.
વિશ્વાસનો દીપ પવન સામે કંપે ક્ષણભર માત્ર,
છતાં આશા દીપ સમો રસ્તો બતાવી જાય છે.
માયાના રંગે ચહેરા બદલાય પળમાં અચાનક,
સાચો અહેસાસ અંતર સુધી પહોંચી જાય છે.
હૃદયની વ્યથા અક્ષરમાં કેદ થતી નથી સહેજ,
“પ્રસંગ” ન કહી પીડા અંતરમાં ઉતરી જાય છે.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર