રંગ બદલતો પર્વત ⛰️
ઇ.સ. ૧૮૭૩નું વર્ષ હતું.
ડબલ્યુ. જી. ગોસ નામનો અંગ્રેજ
સંશોધક મધ્ય ઓસ્ટ્રેલિયાનું સર્વેક્ષણ
કરવા નીકળ્યો. પ્રવાસ દરમ્યાન એક
સ્થળે તેણે એવો પર્વત દીઠો કે જેને શિખર
ન હતું. વિરાટ કદના બન બ્રેડ જેવો તેનો
આકાર હતો. આ સંશોધક ભૂસ્તરશાસ્ત્રનો
થોડો ઘણો જાણકાર, એટલે તેને એ પર્વત
કુતૂહલજનક લાગ્યો. દિવસભર ત્યાં
પડાવ નાખી તેનું અવલોકન કર્યું ત્યારે
કૌતુકજનક પણ લાગ્યો. ઘડિયાળમાં
સમય બદલાતો જાય એટલે કે સૂર્યનું
આકાશી સ્થાન બદલાતું જાય તેમ
આકાશી સ્થાન બદલાતું જાય તેમ
પર્વતનો રંગ ક્રમશઃ બદલાતો હતો.
દક્ષિણ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં
પાછા આવ્યા બાદ તેણે એ કાચિંડાછાપ
પર્વત અંગે બીજા અંગ્રેજ સંશોધકોને જાણ
કરી. વિષય કુતૂહલનો હતો, એટલે
સંશોધકોની એક ટુકડી નવાઇભર્યા
પર્વતને નજરોનજર જોવા માટે મધ્ય
ઓસ્ટ્રેલિયા પહોંચી. પર્વત નજીક ટુકડીએ
કેટલાક દિવસ પડાવ નાખ્યો અને
રોજેરોજ દિવસના બદલાતા પહોર મુજબ
પર્વતના બદલાતા રંગો તેમણે જોયા.
સંશોધકોની ટીમમાં
શભૂસ્તરશાસ્ત્રીઓ પણ હતા, જેમના મતે
એ પર્વત ન હતો, બલકે રાક્ષસી ખડક
હતો. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન
સર હેન્રી આયર્સના માનમાં તેણે ખડકને
આયર્સ રોક નામ આપ્યું.
આજે તો સર હેન્રી
આયર્સને ખુદ ઓસ્ટ્રેલિયનો
ભૂલી ગયા છે, પણ આયર્સ
રોક કુદરતી અજાયબી
તરીકે જગતભરમાં પ્રખ્યાત
છે. દર થોડા કલાકે નવો
રંગ ધારણ કરતો તે
એકમાત્ર ખડક છે, એટલે
દર વર્ષે દેશપરદેશના
લગભગ ૪,૦૦,૦૦૦
પર્યટકો તેની મુલાકાત
છે. સૂર્યોદય વખતે સૂર્યનાં
પ્રથમ કિરણો આયર્સ રોક
પર ઝીલાય ત્યારે ખડક
ઝાંખો જાંબુડિયો રંગ ધારણ કરે છે. સૂર્ય
મધ્યાહ્ને પહોંચે, એટલે રંગ અમુક
તબક્કે અચાનક જ ભૂરો બને. મધ્યાહ્ન
પછી ગુલાબી, નમતી બપો૨ે કથ્થઇ અને
છેલ્લે સૂર્યાસ્ત વખતે લાલચટ્ટક ! બીજી
સવારે રંગપલટાનો આવો જ ક્રમ ફરી
પાછો શરૂ થાય છે. દિવસમાં ક્યારેક જો
એકાદ વાદળ સૂર્યને ટૂંક સમય પૂરતો
ઢાંકી દે તો
https://www.facebook.com/share/p/1EgXyjXN8g/