વહાલો તું ખરો પણ વ્હાલમ તું નથી,
મારા જીવનનો ગમતો કિનારો તું નથી.
હાલક ડોલક થાય નાવ તો ગમે સાથ, તોય...
જિંદગીનો સ્વપ્નસમ સથવારો તું નથી.
છે ને તુંય મોતી સમ કિંમતી જીવનમાં, તોય...
શરીરે વળગી લાગે સોહામણો તું નથી.
આપીશ તનેય તારું ગમતુ જીવનમાં, તોય...
જીવંત લાગણીમાં, માંગણીમાં તું નથી.
જીવનમાં તું ખરો પણ જીવન તું નથી,
કોશિશ ભલે કરે દિલથી સહારો તું નથી.
ધબકાર...