'મા' થકી મને મળી એ માતૃભાષા ગુજરાતી.
એને કેમ ભૂલું વળી એ માતૃભાષા ગુજરાતી.
પ્રથમ' મા ' શબ્દોચ્ચારે આવીને વસી ઓષ્ઠે,
જીવને ગૈ કેવી ભળી એ માતૃભાષા ગુજરાતી.
સહજ, સાનુકૂળ,સરળ,સહકાર દેતી હરપળે,
વાણીમાં સ્હેજે ઢળી એ માતૃભાષા ગુજરાતી.
છંદ,સમાસ, અલંકારે અનેકાર્થીને આવકારું,
મારા રોમેરોમે જે ફળી એ માતૃભાષા ગુજરાતી
આનંદે,ઉત્સાહે,આફતે કે ઈશની પ્રાર્થનામાં જે
ના કદીએ વિખૂટી પડી એ માતૃભાષા ગુજરાતી
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.