શીર્ષક: આવ, જિંદગી માણી લઈએ
પ્રેમમાં આવ, સંગાથે જીવી લઈએ,
સાથે મળી એક સ્વપ્ન સેવી લઈએ.
મળી છે જિંદગી, બસ એક જ તક છે,
ચાલ, હવે તો મન ભરીને માણી લઈએ.
ના કોલાહલ, ના કોઈની રોકટોક હોય,
ચાલ, એક છત પર ઢળતી સાંજ માણી લઈએ.
પ્રેમના સંબંધો તો સાવ અકબંધ છે,
આવ, એ પવિત્ર બંધનને વંદન કરી લઈએ
એક શ્વાસ એક રટણ છે મારું તારું
એ રટણ ને જિંદગી ભર "સ્વયમ્'ભૂ" માણી લઈએ
પ્રેમમાં આવ, સંગાથે જીવી લઈએ,
સાથે મળી એક સ્વપ્ન સેવી લઈએ.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"