Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંધ્યા સમે કિનારા સમીપ આવો દરિયાદેવ તમે.
ભરતી પૂનમની આજે હવે લાવો દરિયાદેવ તમે.

આથમતો સૂરજ પણ કિરણો થકી સ્પર્શતો તમને
આલિંગન એનું પણ આજે સ્વીકારો દરિયાદેવ તમે.

મળવા ધરિત્રિને રખે પૂર્ણિમાએ આવ્યા હશે તમે,
અવનીવાસીને મળીને હરખાવો દરિયાદેવ તમે.

નયનરમ્ય નીર તમારાં સંધ્યામાં કલગી ઉમેરનારાં,
રખેને આથમતા સૂરને પણ વધાવો દરિયાદેવ તમે.

જોઈને ભરતી તમારી ઉરમાં પણ ભરતી થતી કેટલી!
સરખે સરખાં માનવહૈયાંને મળાવો દરિયાદેવ તમે.

વખાણે સૌંદર્ય તમારું કિનારે ટહેલતાં માનવસહુ આજે.
નૈકટ્ય ધરા- સમદરનું શકે મનાવો દરિયાદેવ તમે.

- ચૈતન્ય જોષી. ' દીપક " પોરબંદર.
- Chaitanya Joshi

Gujarati Poem by Chaitanya Joshi : 112014865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now